1. વાસ્તવિક સંખ્યાઓ - મહાવરો
પ્રશ્ન : 1 : નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.
(1) 5005 = 5 X 7 X 11 X 13
(2) 7429 = 17 X 19 X 23
(3) 82 = 2 X 41
(4) 225 = 3 X 3 X 5 X 5 = 32 X 52
પ્રશ્ન : 2 : નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુ.સા.અ. અને લ.સા.અ. શોધો અને
ગુ.સા.અ. X લ.સા.અ. = બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો.
(1) 510 અને 92
510 = 2 X 3 X 5 X 17
92 = 2 X 2 X 23 = 22 X 23
ગુ.સા.અ(510,92) = 2
લ.સા.અ.(510,92)=22 x 5 x 17 x 23 = 23460
હવે
ડા.બા. = ગુ.સા.અ(510,92) X લ.સા.અ.(510,92) = 2 x 23460= 46920
જ.બા. = 510 X 92 = 46920
આમ , ગુ.સા.અ. X લ.સા.અ. = બંને પૂર્ણાંકોનો ગુણાકાર
(2) 336 અને 54
336 = 2 x 2 x 2 x 2 x 3 x 7 = 24 X 3 X 7
54 = 2 x 3 x 3 x 3 = 2 X 33
ગુ.સા.અ(336,54) = 2 x 3 = 6
લ.સા.અ.(336,54) = 24x 33 x 7 = 3024
હવે
ડા.બા. =ગુ.સા.અ(336,54) x લ.સા.અ.(336,54) = 6 X 3024 = 18144
જ.બા. = 336 X 54 = 18144
આમ , ગુ.સા.અ. X લ.સા.અ. = બંને પૂર્ણાંકોનો ગુણાકાર
પ્રશ્ન : 3 : નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુ.સા.અ. અને લ.સા.અ. શોધો.
(1) 8 , 9 અને 25
8= 2x2x2 = 23 , 9=3x3=32 , 25=5x5=52
ગુ.સા.અ(8,9,25)= 1
લ.સા.અ.(8,9,25)= 23x32x52= 1800
(2) 40, 36 અને 126
40= 2x2x2x5=23 X 5 , 36 = 22x32 , 126= 2x32x7
ગુ.સા.અ.(40,36,126)= 2
લ.સા.અ.(40,36,126)= 23x32x5x7=2520
પ્રશ્ન : 4 : જો ગુ.સા.અ.( 105, 1515 ) = 15 આપેલ હોય તો લ.સા.અ. .( 105, 1515 ) શોધો.
->
અહી a= 105 અને b = 1515
ગુ.સા.અ.( a,b ) x લ.સા.અ. .( a,b ) = a x b પરિણામ નો ઉપયોગ કરતાં
ગુ.સા.અ.( 105, 1515 ) x લ.સા.અ. .( 105, 1515 ) = 105 x 1515
15 x લ.સા.અ. .( 105, 1515 ) = 105 x 1515
લ.સા.અ. .( 105, 1515 ) = 105 x 1515
15
લ.સા.અ. .( 105, 1515 )= 7 x 1515
લ.સા.અ. .( 105, 1515 )= 10605
No comments:
Post a Comment