Friday, 4 February 2022

સુવિચાર

➤  શિક્ષણથી વધુ કોઈ મૂલ્યવાન ચીજ હોતી નથી. તે માત્ર પરિશ્રમ દ્વારા જ મેળવી શકાય છે....

➤  જો તમે ખરેખર ધ્યાન આપવા માંડો તો વિશ્વની દરેક ચીજ તમારા માટે શિક્ષકની ભૂમિકામાં હશે....

➤  આશા સાથે શરૂ થતો  દરેક દિવસ કોઈ ને કોઈ અનુભવ સાથે પૂરો થાય છે..... 

➤  સારું શીખવા માટે ૧૦૦૦ દિવસ પણ ઓછા છે:પણ ખરાબ શીખવા માટે ૧ કલાક પણ વધુ છે. 

➤  પ્રયાસ છેલ્લા શ્વાસ સુધી કરવો જોઈએ. સફળતા મળે કે અનુભવ, બંને  જ જીવનમાં  નવી શીખ આપી જાય છે.

➤  જીવનમાં એક એવો ધ્યેય હોવો જોઈએ જે આપણને સવારે ઊઠવા માટે મજબૂર કરે.

➤  જે કામ મુશ્કેલ હોય તે પહેલાં કરો. જે અશક્ય  લાગે તે તરત જ કરો.

➤ સફળતા  તમારો  પરિચય દુનિયા  સાથે કરાવે છે, જ્યારે નિષ્ફળતા  દુનિયાનો પરિચય તમને કરાવે છે.

➤  તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે  ‘ જ્યાં સુધી તમે “ ” સફળ ” નહીં બનો . .

➤ પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો આજકાલ જમાનો એવો આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે . . . ! !

➤ વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી એનું વર્તન પણ , – ઘણું બધું કહી દે છે . . . ! ! ! ‘

➤ હૃદય પર જો પ્રભુનું આસન હોય અને મન પર જ પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન હો !

➤ માણસને કોઇ ગ્રહો નડતાં નથી, બસ આગ્રહો અને પૂર્વગ્રહો નડે છે.

➤ સારા મિત્રો, સારાં પુસ્તકો અને ચિંતામુક્ત અંત:કરણ, આ એક આદર્શ જીવન છે....

No comments:

Post a Comment